સાહેબ

આ વાર્તા છે એક એવા યુવાન ની કે જે બીજા સ્ટુડન્ટ ની માટે કંઈક સારું કરવા ની ભાવના રાખે છે. તો વાત ચાલુ થાય છે મલ્હાર (મલ્હાર ઠાકર) કે જે એક સેલ્ફ ફાઇનાન્સ કોલજ માં અભ્યાસ કરે છે અને એ કોલેજ ના લગભગ બધાજ છોકરાઓ વંઠેલ હોય છે એમાં પણ ફિલ્મ ની મુખ્ય નાયિકા મહેક (કિંજલ રાજપ્રિયા) બીજી કોલેજ માંથી નીકળીને મલ્હાર ની કોલેજ માં આવે છે જે પોતેપણ તોફાની હોય છે. મલ્હાર ના પિતા એક રાજનૈતિક પાર્ટી ના કાર્યકર્તા હોય છે. જેને પાર્ટી તરફથી કૉરપોર્ટોર ની ટિકિટ મળે તેવી ઈચ્છા હોય છે. મલ્હાર જેના ઘર માં રહે છે એ પૂર્વી પંચાલ તેની ખાસ દોસ્ત હોય છે નાનપણથી જ એ લોકો સાથે રહ્યા હોય છે, રમ્યા હોય છે, હસ્યાં હોય છે, રડ્યા હોય છે. પૂર્વી MBBS કરતી હોય છે અને તેની પરીક્ષા હોય છે અને જો પરીક્ષામાં પાસ થાય તો તે મલ્હાર પાસેથી પ્રોમિસ લે છે કે તેને સારા માં સારી કાંડા ઘડિયાળ જોઈએ છે. મલ્હાર તેને આપવા નો વાયદો કરેછે. ત્યાર પછી વાર્તા વળાંક લે છે અને કૈક એવું થાય છે કે મલ્હાર ને કોલેજ ના ટ્રસ્ટી સામે વિરોધ માં ઉતરવું પડે છે અને કોલેજ વાળા મલ્હાર ને કોલેજ માંથી બહાર કઢાવી મૂકે છે અને ત્યારથી જ મલ્હાર ને એજ્યુકેશન સિસ્ટમ પર ગુસ્સો આવે છે અને તેનામાં એક નેતા નો જન્મ થાય છે કે જ્યાં કોલેજ ના યુવાન વિદ્યાર્થી ઓ પણ એની સાથે ઉભા રહે છે. ત્યારબાદ મલ્હાર આંદોલન માં ઉતરે છે અને આગળ વધતા વધતા તેને રાજ્ય ના મુખ્ય મંત્રી નો સામનો કરવો પડે છે કે જે આ ફિલ્મ નો મુખ્ય વિલન પણ હોય છે.
ફિલ્મ ને જોતા જોતા ક્યારે અનિલ કપૂર ના નાયક ની યાદ આવી જાય છે પણ નાયક ની ટ્રીટમેન્ટ કૈક અલગ હતી અને આ ફિલ્મ ની થોડી અલગ છે અને મુખ્ય વિષય ભલે રાજનીતિ હોય પણ પેટા વિષય અલગ છે કેમકે આપણા રાજકારણ માં એટલી બધી પ્રકાર ના કૌભાંડો થાય છે કે દરેક અલગ વિષય પર એક અલગ ફિલ્મ બને. અહીં મૂળમાં રાજ્ય ની સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માં થતા કૌભાંડ ની વાત છે. અને આ કૌભાંડ ને ઉજાગર કરવા મલ્હાર જે મહેનત કરે છે તે જ આ ફિલ્મ નો મુખ્ય વિષય છે.ફિલ્મ ના દિગ્દર્શક શૈલેષ પ્રજાપતિ છે કે જેનું આ પ્રથમ સાહસ છે. પણ પ્રયાસ એકદમ સરસ કર્યો છે તમને આખી ફિલ્મ માં એમ ના લાગે કે આ દિગ્દર્શક ની પ્રથમ ફિલ્મ છે. ફિલ્મ નો વિષય પણ કૈક સારો મેસેજ આપવા માંગે છે અને આ મેસેજ આપવા માં થોડા ઘણા અંશે સફળ રહે છે. મલ્હાર ઠાકર ની વાત કરીએ તો મલ્હારે પહેલી વાર આવો ગંભીર રોલ સ્વીકાર્યો છે અને આ સાહસ સફળ રહ્યું છે. તેને તેના રોલ ને બખૂબી નિભાવ્યો છે. અને જો મલ્હાર ના હોય તો ફિલ્મ ચાલવા ની ગેરંટી ના રહે. તે પોતે આખી ફિલ્મ પોતાના ખભા પર લઈને ચાલે છે. કિંજલ રાજપ્રિયાનાં ભાગ માં કઈ ખાસ રોલ આવ્યો નથી. ફિલ્મ માં સપોર્ટિંગ રોલ ની વાત કરીએ તો સૌમિત્ર (નિસર્ગ ત્રિવેદી) એ રિપોર્ટર ના રોલ માં અદભુત અભિનય કર્યો છે. ફિલ્મ નું સંગીત ઠીક ઠાક છે કોઈ ગીતો એવા નથી કે જીભે ચડે અને વારંવાર સાંભળવાનું મન થાય. ફિલ્મ ના એડિટિંગ ની વાત કરીએ તો આ ફિલ્મ નું સૌથી નબળું પાસું છે. અને ફિલ્મ ની લંબાઈ જ ફિલ્મ નો દુશ્મન બની રહે છે. તમને એવો ચોક્કસ એહસાસ થશે કે ફિલ્મ સારી ચાલે છે પણ સાથે સાથે કૈક ખૂટે પણ છે. જેવો જોશ ચડવો હોઈએ તેવો જોશ ચડતો નથી. ફિલ્મ નો સ્ક્રીન પ્લે પણ સારો થઇ શકત. ફિલ્મ માં વિલન બનતા અર્ચન ત્રિવેદી નો અભિનય પણ સારો છે અને આ રોલ તેને સારી રીતે શોભે છે.
છેલ્લે વાત કરીએ તો એકંદરે જોવા જઈએ તો ગુજરાતી ફિલ્મ ના પ્રમાણ માં સારી બની છે પણ જો ગુજરાતી ફિલ્મ નું સ્ટાન્ડર્ડ ઉંચુ લાવવું હશે તો આપણે એની કરતા ઘણી સારી ફિલ્મો બનાવવી પડશે. અને સાથે સાથે જોવી પણ પડશે. જો રાજકારણ માં તમને રસ હશે તો ફિલ્મ તમને ચોક્કસ ગમશે પણ જેને રાજકારણ ને આઘે આઘે સંબંધ ન હોય તે નિરાશ થશે પણ ગુજરાતી ફિલ્મ ને પ્રમોટ કરવા ની ઈચ્છા હોય તો જોઈ લેવી સારી. ઘણી સારી રીતે ફિલ્મ બની શકી હોત પણ કોઈ કારણ વશ ના બની.

Star Rating

img_7800

 

 

 

Advertisements

One thought on “સાહેબ

Add yours

Leave a Reply to chopadak1 Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: