Ventilator

ફિલ્મ ની વાર્તા એક કુટુંબ ના મોભી ગીજુ કાકા ને હોસ્પિટલ માં વેન્ટિલેટર પર રાખવામાં આવે છે ત્યારથી ચાલુ થાય છે ત્યાર બાદ એક પછી એક કેરેક્ટર ઉમેરાતું જાય છે અને ફિલ્મ માં અનેક તાંતણા ઓ ગૂંથતા જાય છે પરિવાર ના દરેક લોકો અલગ અલગ જગ્યાએ રહે છે અને ત્યાંથી ગીજુ કાકા ના સમાચાર સાંભળી ને ખબર કાઢવા આવે છે અને એક ફેમિલી ડ્રામા અમદાવાદ ની શેલ્બી હોસ્પિટલ માં ચાલુ થાય છે.ફિલ્મ આ સરખા નામ વાળી મરાઠી ફિલ્મ પરથી જ બનાવા માં આવી છે કે જેણે નેશનલ એવોર્ડ પણ મેળવેલ. મરાઠી ફિલ્મ જેવી જ આ ફિલ્મ પણ બની છે.

ફિલ્મ જ્યારે ચાલુ થાય ત્યારે શરૂઆત માં જ તમને આપણા ગુજરાત ની ગરિમા એક ગીત માં દેખાય આવે છે આ ગીત થી ફિલ્મ શરુ થાય છે અને ત્યાર બાદ અમદાવાદ આવવા માટે પરિવાર ના સભ્યો મુંબઈ,ચોરવાડ એવી અલગ અલગ જગ્યાએ થી દોડી આવે છે. ખબર કાઢવા આવવા માટે આજ ના લોકો પાસે ટાઈમ નથી અને તેઓ કઈ રીતે મેનેજ કરે છે એ પણ દર્શાવામાં આવે છે.કોઈ ની માટે આ ખબર કાઢવી એ પ્રાથમિકતા બને છે અને કોઈ ની માટે પોતાનું કામ પ્રાથમિકતા બને છે. દિગ્દર્શક ઉમંગ વ્યાસે બધી ભાત ની લાગણી ઓ એક જ ફિલ્મ માં સમાવી લીધી છે. લગભગ 30 કેરેક્ટર્સ અલગ અલગ પ્રકાર ના છે પરંતુ દિગ્દર્શકે દરેક ને સરખો ન્યાય આપ્યો છે અને આ કામ કરવું ખુબ જ મુશ્કેલ છે તો આ માટે ઉમંગ ભાઈ ને અભિનંદન.ફિલ્મ નું ગુજરાતી પણું એકદમ યથાવત રાખવા માં આવ્યું છે. એક પરિવાર માં અલગ અલગ કેટલા પ્રકાર ના લોકો હોય શકે તે આ ફિલ્મ માં ઉત્તમ રીતે દર્શાવા માં આવ્યું છે. તમને લગભગ બધા પ્રકાર ના લોકો આ ફિલ્મ માં જોવા મળી જાશે જેમાં કોઈ સ્વાર્થી છે , કોઈ દયાળુ છે, કોઈ મદદનીશ છે, કોઈ કટુ વચન બોલનારું છે, કોઈ એનઆરઆઈ છે, કોઈ બહુ લાગણીશીલ છે, કોઈ મોટો સ્ટાર છે, કોઈ ડોક્ટર છે, કોઈ પત્ની નો કહીયાગરો છે ટૂંકમાં આજ સુધી તમે જેવા જેવા લોકો ના સંપર્ક માં આવ્યા હશો એ બધાનો તમે આ એકજ ફિલ્મ માં અનુભવ કરી લેશો. જે દિગ્દર્શક માટે મેનેજ કરવું કાઠું છે. 30 કલાકારો નો કાફલો હોવા છતાં દરેક ને પૂરતો ન્યાય મળ્યો છે અને દરેક લોકો એ પોતાના પાત્ર ને પૂરતો ન્યાય આપ્યો છે.

ફિલ્મ માં કલાકારો ના અભિનય ની વાત કરીએ તો સૌથી પ્રમુખ પાત્ર છે જેકી શ્રોફ નું હા જગ્ગુ દાદા નું , અને તેનું સ્ટારડમ હજુ પણ અકબંધ છે અને ગુજરાતી ફિલ્મ માં આવવાથી તેના સ્ટારડમ નો ફાયદો આ ફિલ્મ ને જરૂર મળશે તેણે અભિનય તો સરસ જ કર્યો છે પણ ગુજરાતી ના સંવાદો પણ તેણે ખુદ પોતે જ ડબ કર્યા છે અને તે પણ સરસ રીતે. સંજય ગોરડિયા તેના ટ્રેડ માર્ક અવતાર માં છે અને ખુબ જ શોભે છે. પ્રતીક ગાંધી ને તો ભૂલી જ ના શકો, એ એક પિતા થી નારાઝ હોય એવા દીકરા ના રોલ માં છે અને ખુબ જ સરસ રીતે આ રોલ તેણે નિભાવ્યો છે. જુહી ચાવલા, મલ્હાર ઠાકર પણ મહેમાન કલાકારો છે પણ તેનાથી કોઈ ફરક પડતો હોય તેવું લાગતું નથી. ફિલ્મ નો પ્રથમ ભાગ થોડો નબળો પડે છે કારણ કે એક સાથે આટલા બધા કલાકારો ના પરિચય માં જ ઘણો સમય નીકળી જાય છે અને આપણ ને સમજવા માં પણ. પ્રથમ ભાગ માં હાસ્ય વધુ અને લાગણી ઓછી હોય એવું લાગે છે પરંતુ જેવો જ ફિલ્મ નો અંતરાલ પછી નો ભાગ ચાલુ થાય છે ત્યારે ફિલ્મ વેગ પકડે છે અને તમને તેની લાગણી ઓ માં બાંધી નાખે છે. બીજા ભાગ માં કરુણતા, લાગણી વધુ છે અને હાસ્ય ઓછું છે અને આજ ફિલ્મ નો પ્લસ પોઇન્ટ છે. બીજા ભાગ માં પરિવાર ના દરેક સભ્યો કોઈને કોઈ કામ માટે કે પોતાના ફાયદા માટે જ આવ્યા હોય છે પરંતુ એક વેન્ટિલેટર ના લીધે ઘણા સંબંધો ફરી ઉભા થાય છે અને અમુક તૂટતાં સંબંધો ફરી જોડાય છે એ દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મ નું સંગીત એકદમ અફલાતૂન છે, ખાલી ત્રણ ગીતો છે અને ત્રણે ખુબ જ સરસ- “પિતા” વાળું ગીત એકદમ લાગણીસભર છે. કરુણતા ના દ્રશ્યો એકદમ ઉત્તમ રીતે ફિલ્માવા માં આવ્યા છે. ફિલ્મ નું એડિટિંગ બહુ દાદ માંગી લે એવું છે પણ એટલા બધા કલાકારો માં પણ સારી રીતે મેનેજ કરેલું છે. પ્રોડક્શન પ્રમાણે આ ફિલ્મ ખુબ જ સારી છે.

તમોને એક જ ફિલ્મ માં હાસ્ય, રુદન, ખુશી, દુઃખ, અભિમાન વગેરે અનેક અનુભવો એક સાથે જોતા હોય તો આ ફિલ્મ માં આ બધું જ તમને મળી રહેશે.આ પરથી આપણ ને જાણવા મળે છે કે કોઈ કરુણ પ્રસંગ ક્યારેક લોકો ને સાથે લાવી દે છે અને ઘણા સંબંધો ને જીવતા પણ કરી જાય છે.

Star Rating

img_7820-1

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: