Natsamrat

મરાઠી હિટ ફિલ્મ નટસમ્રાટ પરથી બનેલી આ સરખા નામ વાળી ફિલ્મ પણ એ ફિલ્મ થી ઓછી ઉતરતી નથી. ફિલ્મ ની વાર્તા એવી છે કે સિદ્ધાર્થ રાંદેરિયા તેની આખી જિંદગી નાટક માં કામ કરી અને પછી તેમાંથી નિવૃત્તિ લે છે અને ગુજરાતી રંગમંચ તેને તેની સિદ્ધિ રૂપે “નટસમ્રાટ” નું બિરુદ આપે છે.નિવૃત થયા પછી નટસમ્રાટ ની જિંદગી નો સાચો સંઘર્ષ ચાલુ થાય છે. નટસમ્રાટ તેની બધી જ મિલકત તેના સંતાનો માં વહેંચી દે છે અને પોતે તેના પર આશ્રિત રહેવાનું પસંદ કરે છે, તેને ભરોસો હોય છે કે મને મારા સંતાનો કદી દુઃખી કરશે નહિ પરંતુ થોડા સમય પછી સંબંધો માં વાવાઝોડું આવે છે અને પરિવાર છિન્ન ભિન્ન થઇ જાય છે. ફિલ્મ ની વાર્તા એકદમ સરળ છે અને તમને લાગશે કે આવી તો ઘણી ફિલ્મો હિન્દી અને બીજી ઘણી ભાષાઓ માં આવી ગયેલી છે પરંતુ આ વાર્તા ને દિગ્દર્શક જયંત ગિલાતરે જે ઘાટ આપ્યો છે એ જોઈને માજા પડી જાય છે. ગુજરાતી ફિલ્મો ની વાત કરીએ તો ઘણી સારી ફિલ્મો પણ આવી છે, ઘણી એકદમ નિમ્ન કક્ષાની ફિલ્મો પણ આવી છે અને ઘણી ઓછી ફિલ્મો ઉચ્ચ કોટી ની કહી શકાય એવી આવી છે અને આ ફિલ્મ એ કક્ષા ની છે. ફિલ્મ ની પટકથા ની વાત કરીએ તો એકદમ જકડી રાખે એવી છે કથા માં ક્યાંય પણ વિરામ આવતો હોય એવું જરા પણ લાગતું નથી. ફિલ્મ નો પ્રથમ ભાગ એકદમ પળવાર માં જ નીકળી જાય છે જ્યારે બીજો ભાગ થોડો મોટો લાગે છે કારણ કે બીજા ભાગ માં દ્રશ્યો એકદમ સંવેદનશીલ છે. ફિલ્મ માં ઘણા બધા અભિનેતા અને અભિનેત્રી છે પરંતુ મુખ્ય ભૂમિકા માં ત્રણ સુપ્રસિદ્ધ કલાકારો છે જેમાં આવે છે ફિલ્મ ના મુખ્ય અભિનેતા નટસમ્રાટ બનતા અને ગુજ્જુભાઈ તરીકે નામના મેળવેલા સિદ્ધાર્થ રાંદેરિયા, બીજા છે પોતાનું નામ લગભગ એકથી વધુ ભાષાની ફિલ્મો માં કાઢેલા મનોજ જોશી( કોઈ ના ઓળખે તો નવાઈ!!) અને ત્રીજું નામ છે ઘણા વખત પછી પરદા પર પાછી ફરતી દીપિકા ચિખલિયા (રામાયણ યાદ હશે તો તેમાં સીતા નો અદભુત અભિનય કરનાર) આ ત્રણ કલાકારો આ ફિલ્મ ની આન બાન શાન કે પછી જાન જે કહો તે છે. સિદ્ધાર્થ રાંદેરિયા એ પોતાની રમુજી ફિલ્મો ની છાપ થી અલગ કામ કર્યું છે અને જે કર્યું છે એ કમાલ કર્યું છે. મનોજ જોશી પર તો તમે આંગળી ચીંધી જ ના શકો કારણકે એ કોઈ દિવસ અભિનય માં ભૂલ કરે એવું બનતું જ નથી. સિદ્ધાર્થ રાંદેરિયા અને મનોજ જોશી વચ્ચે જે મનમેળાપ થાય છે એ પરદા પર ઉત્કૃષ્ટ રીતે દેખાય આવે છે. ફિલ્મ માં બાકી ના અભિનેતા ઓ નું કામ ઠીક કહી શકાય એવું છે પણ કરસનદાસ પે એન્ડ યુસ માં પોતાની પ્રતિભા બતાવનાર હેમાંગ શાહ નો રોલ નાનો છે પણ આંખો ખેંચે એવો છે. ફિલ્મ નું દિગ્દર્શન જયંત ગિલાતરે કર્યું છે કે જેણે આગળ ” Chalk & Duster ” ફિલ્મ નું પણ દિગ્દર્શન કર્યું છે અને તેમાં આપણે તેની કલા તો પારખી જ લીધી હતી અને અહીં પણ તેણે એવુજ, કહીએ તો તેના થી પણ ચડિયાતું કામ કર્યું છે. આ જેટલી વાત કરી એ બધા થી પણ ચડિયાતી વાત છે આ ફિલ્મ ના સંવાદો, ફિલ્મ નો મુખ્ય નાયક સિદ્ધાર્થ રાંદેરિયા તો પછી આવે પણ પ્રથમ સ્થાને આ ફિલ્મ ના સંવાદો આવે. એક એક સંવાદ તમારા હૃદય ની આર પર ઉતરી જાય છે એવું લાગે છે તમને જ્યારે ફિલ્મ નબળી પડતી દેખાય ત્યારે તેને ત્યાંથી બહાર કાઢવાનું કામ તેના એક એક સંવાદે કર્યું છે અને આ માટે લેખક ને બિરદાવવા જ રહ્યા. ફિલ્મ નું ત્રીજું મજબૂત પાસું છે ફિલ્મ નું સંગીત, ફક્ત બે ગીતો હોવા છતાં તે તમારા મનમાં ઘર કરી જાય છે, “જટ જાઓ” માં શ્રેયા ઘોષાલ નો જાદુ છવાઈ જાય છે અને ” જીવન આ તો “‘ ગીત આખા ફિલ્મ ના બેકગ્રાઉન્ડ માં રમતું રહે છે. ફિલ્મ જોતા ક્યારે ક્યારેક ” બાગબાન ” ફિલ્મ ની યાદ આવી જાય છે કારણ કે ફિલ્મ નો વિષય થોડો ઘણો મળતાવડો છે. બાકી ફિલ્મ રસિકો માટે એક જોવાલાયક ઉત્તમ રચના છે. ગુજરાતી ફિલ્મો નું સ્તર વધારવા વાળી ફિલ્મ. કોમેડી ફિલ્મો જોવા વાળા એ ના જાવું કારણ કે એ લોકો આવી ઉચ્ચ રચના ને નહિ ઓળખી શકે પછી ગાળો આપે એ ના પોસાય. પછી તો જેવા જેના વિચાર.

Star Rating 

img_7818-1

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: