શું થયું? આપડે ક્રિકેટ રમતા તા…આ સંવાદ માં અડધી ફિલ્મ આવી ગઈ.. અને હવે બાકીની અડધી ની વાત કરીએ પણ એ પહેલા હું ગુજરાત ની જનતા અને આ ફિલ્મ ના માર્કેટિંગ નો આભાર માનીશ કારણ કે કોઈ હિન્દી ફિલ્મ કરતા થીએટર માં આ ફિલ્મ જોવા માટે પડા પડી હતી અને આજ ના લગભગ બધાજ શો ફુલ હતા. આ જોઈ ને ખરેખર આનંદ થયો કારણકે એક ગુજરાતી તરીકે આ ગર્વ લેવા જેવી વાત છે. હવે આપણે એમ પણ કહી શકીએ કે જો ગુજરાતી ફિલ્મ નું માર્કેટિંગ સાચી રીતે થાય તો આ ફિલ્મો પણ પાછળ ના રહે. મલ્હાર ઠાકર નું સ્ટારડમ સોળે કળા એ એવું ખીલ્યું છે કે તેના નામ થી જ લોકો થિયેટર સુધી ધસી જાય છે. હવે વાત કરીએ ફિલ્મ ના બીજા અડધા ભાગ ની (ભૂલી ગયા હો તો યાદ અપાવી દઉં પહેલા અડધા ભાગ ની વાત પ્રથમ વાક્ય માં જ થઇ ગઈ..!!) ફિલ્મ માં આમ તો બધું બરાબર લાગે છે મલ્હાર ઠાકર, યશ સોની, મિત્ર ગઢવી અને આર્જવ ત્રિવેદી નો અભિનય પણ બરાબર છે. કિંજલ રાજપ્રિયા ના ભાગે થોડું કામ આવ્યું છે પણ તે પણ સારું કહી શકાય. મલ્હાર ઠાકર તો સ્ટાર છે જ અને તેના પર તમે પ્રશ્ન કરીજ ના શકો પણ ધ્યાન ખેંચે એવું કામ વિરલ બનતા આર્જવ ત્રિવેદી એ કર્યું છે. સંવાદો બોલવા ની એક અલગ છટા દર્શાવી છે અને આ કામ કરવું ઘણું અઘરું પણ છે. માટે આર્જવ માટે પુરા માર્ક આપવા જ રહ્યા. ફિલ્મ નો અંતરાલ પછી નો બીજો ભાગ થોડો ધીમો છે અને એક ના એક સંવાદ થી ઘણી વાર બીબાઢાળ વાત કરવા માગતા હોય એવું લાગે છે. ફિલ્મ માં કોઈ સિનેમેટોગ્રાફી ની જરૂર હોય એવું લાગ્યું નથી. સંગીત માં પણ એક પણ ગીત એવું નથી કે તમારા મુખ પર રમતું થઈ જાય. ફિલ્મ નું સૌથી નબળું પાસું હોય તો તે છે ફિલ્મ ની પટકથા(Screenplay). બીજું નબળું પાસું હોય તો તે છે ક્રિષ્નાદેવ યાજ્ઞિક ની વાર્તા તમે માની ના શકો કે છેલ્લો દિવસ જેવી ઉત્તમ ફિલ્મ બનાવી શકનાર અહીં ભૂલ કેમ ખાઈ ગયા? ફિલ્મ ના એડિટિંગ ની વાત કરીએ તો એડિટરે તો ફિલ્મ માં મુખ્ય અભિનેત્રી ના પાત્ર નું નામ પણ બે વાર બદલાઈ જાય છે તો પણ આ ખ્યાલ લીધો નથી એક મોટી ફિલ્મ બનાવવા માં આ પ્રકાર ની ભૂલ અમાન્ય છે. આખી ફિલ્મ માં અભિનેત્રી નું નામ ” દિપાલી ” હોય છે અને ભૂલ થી ” દીપિકા ” થઇ જાય અને એ પણ પરદા પર લખેલું પણ દેખાડવા માં આવે છે..(એડિટર ધ્યાન રાખો). ફિલ્મ માં દિગ્દર્શક શું દેખાડવા માંગે છે એ મને લાગે છે એમને પણ ખબર નહિ હોય. ફિલ્મ માં ક્યાંક ક્યાંક સંવાદો ખુબજ સરસ છે. અંતરાલ પહેલા ના ભાગ માં રમૂજ પણ બહુજ સરસ છે અને બધા ની રમૂજ ની સમયસૂચકતા પણ એકદમ સરસ. જો આ ફિલ્મ મલ્હાર ઠાકર વિના બની હોત તો ફિલ્મ પીટાવાની સો ટકા ખાતરી હોત પણ મલ્હારે આ ફિલ્મ ને જીવ આપ્યો છે અને તેની માટે દિગ્દર્શકે તેનો આભાર માનવો જ રહ્યો. તો હવે આપણે કૃષ્ણદેવ ભાઈ ને જ પૂછવું પડશે (શું થયું?) તમને….
બાકી એકવાર રમૂજ પૂરતું જોઈ શકાય..પણ કોઈ સારા સંદેશ ની અપેક્ષા રાખ્યા વગર ને વધુ વિચાર્યા વગર. મિત્રતા માટે પણ ખાસ જોઈ શકાય.તો મિત્રો હવે ગુજરાતી ભાષા ની બોક્સ ઓફિસ માટે આ એક જીવાદોરી સાબિત થશે પણ ગુણવત્તા ની બાબતે હજુ સુધાર લાવવો પડશે.
Shu Thayu?

Leave a Reply