અર્બન ગુજરાતી ફિલ્મો જ્યારથી આવી ત્યારથી ઢોલિવૂડ ના તો રંગ રૂપ બદલાઈ ગયા છે. હવે તો સારી એવી બોલિવૂડ ફિલ્મો ને પણ ટક્કર મારે છે આ આપણી ગુજરાતી ફિલ્મો. રેવા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રેવા વિષે આગળ ની પોસ્ટ માં લખેલું જ છે પણ તેની અને આ ફિલ્મ ની સરખામણી જ ના થઇ શકે કારણ કે બંને ના વિષયો અલગ છે રેવા તત્વ ચિંતન પર આધારિત છે અને આ ફિલ્મ નો વિષય પ્રેમ છે. મને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતી ફિલ્મો માં અત્યાર સુધી માં કોઈ પૂર્ણ પ્રેમ કથા આવી નથી અને આવી હોય તો તમે comment મા કહી શકો છો. પણ આ ફિલ્મ પરથી ખબર પડે છે કે હવે ગુજરાતી ફિલ્મો માં પ્રેમ કથા નું સ્તર પણ ખુબ ઊંચું આવી ગયું છે. ફિલ્મ ની શરૂઆત થી વાત કરીએ તો ફિલ્મ ચાલુ જ મુખ્ય તારિકા થી થાય છે જે રેડિયો માં Rj છે અને પ્રથમ દ્રશ્ય માંથી જ તમે ફિલ્મ સાથે કન્નેક્ટ થઇ જાઓ છો. જેમકે ફિલ્મ ના સવાર ના દ્રશ્ય માં જે તાજગી હોવી જોઈએ તે ખુબજ સરસ રીતે ફિલ્મવા માં આવી છે અને તમે પણ આ તાજગી નો અનુભવ કરો છો. ફિલ્મ ના એક એક દ્રશ્ય જે જે mood માં ફિલ્માવામાં આવ્યા છે એ દ્રશ્યો ની સાથે તમે પણ એ mood નો અનુભવ કરો છો અને આજ આ ફિલ્મ ને ઓર્ડિનરી માંથી સ્પેશ્યલ બનાવે છે. કોઈ પણ સીન હોય જેમકે કોમેડી કે પછી ઈમોશનલ એ સીન નું ફિલ્માંકન દિગ્દર્શક એ રીતે કર્યું છે કે તમને એમ લાગે કે તમે જ એ life જીવી રહ્યા છો. ફિલ્મ નું ડિરેકશન તો ઉમદા છેજ પણ કલાકારો એ જે પરફોર્મન્સ આપ્યું છે એ કાબિલ એ તારીફ છે. મલ્હાર ઠક્કર તો હંમેશ ની જેમ જ સારું કામ કરે જ છે એટલે એમાં તો આપણે કાંઈ કેવુંજ ના પડે, પ્રતીક ગાંધી ના ભાગે થોડું ઓછું કામ આવ્યું છે પણ જેટલા સીન માં એ છે એટલા સીન માં તેની સ્ક્રીન પ્રેસેન્સ વર્તાય છે. હવે વાત કરીએ તો ફિલ્મ ના હાર્દ ની અને એ છે rj અંતરા બનતી આરોહી પટેલ. આખી ફિલ્મ પોતાની ઉપર પણ ચલાવી શકે એવું પરફોર્મન્સ આપ્યું છે આ અભિનેત્રી એ. ફિલ્મ નો બીજો સ્ટાર છે ફિલ્મ ના સંવાદ. એક એક સંવાદ માંથી તમને તાજગી મળે છે. ફિલ્મ નો ત્રીજો હીરો છે તેનું સંગીત આખા મૂવી મા જે સંગીત સચિન – જીગર એ આપ્યું છે એ કાબિલએ તારીફ છે. ગીતો બધા પરિસ્થિતિ મુજબ ના છે, બધા ગીતો માં જે ચડી જાય છે એ છે ફિલ્મ નું ટાઇટલ સોન્ગ ” વાલમ આવો ને “.
પોણા ત્રણ કલાક માં તમે એક નવી life જીવી જાઓ છો એવું લાગે છે. આખી ફિલ્મ તાર્કિક છે અને પ્રેમ ની પરિભાષા પૂર્ણ રૂપ થી પ્રગટ કરે છે. ફિલ્મ બીજી વાર જોવા નું કારણ Rj અંતરા અને સંવાદો.
સારા મુદ્દા:-
કલાકારો નું પર્ફોર્મન્સ
આરોહી પટેલ (spacially)
સંગીત
વાર્તા
ડિરેકશન
ખરાબ મુદ્દા :-
આમ તો બહુ કાંઈ ખરાબ નથી પણ
ફિલ્મ ની લંબાઈ થોડી ઘટાડી શકાત
Leave a Reply