રેવા

જો ફિલ્મ ને એકજ શબ્દ માં વર્ણવી હોય તો તે છે “આત્મખોજ”, અત્યાર સુધીમાં આવેલી ઉત્કૃષ્ટ ફિલ્મો માં ની એક છે અને મેં જોયેલી મા ની તો શ્રેષ્ઠ. આ ફિલ્મ વિષે લખવા બેસીએ તો પાનાંના પાનાં ભરાય જાય. ધ્રુવ ભટ્ટે લખેલી “ તત્વમસિ “ નવલકથા ઉપરથી બનેલી ફિલ્મ છે અને અત્યાર સુધીમાં કોઈ પુસ્તક પરથી બનેલી સર્વ શ્રેષ્ઠ ફિલ્મ છે. મારા અનુભવ પ્રમાણે તો કોઈ નવલકથા પરથી બનેલી આવી શ્રેષ્ઠ ફિલ્મ તો બોલીવુડ મા પણ નથી બની કારણ કે કોઈ નવલકથા પરથી ફિલ્મ બનાવવી એક બહુ જ અઘરી કારીગરી છે પણ ધન્યવાદ દેવો પડે ફિલ્મ ના દિગ્દર્શક રાહુલ ભોલે અને વિનીત કનોજીયા ને તેના ઊમદા કામ માટે. આ બંને ના જે વિચારો ને હુબહુ પરદા પર ઊતારવા નું કામ કર્યું છે આ ફિલ્મ ના મુખ્ય કલાકાર ચેતન ધનાણી એ પોતાની પ્રથમ ફિલ્મ થી જ તેણે બતાવી દીધું કે ગુજરાતી ફિલ્મ કોઈ બાબત મા હવે પાછળ નથી બલ્કે અમુક પાસાંઓ માં તો આ ફિલ્મ આગળ નીકળી જાય છે કોઈ પણ બોલીવુડ ફિલ્મ થી. દિગ્દર્શન માં તો અવ્વલ દરજા ની છે જ પણ સિનેમેટોગ્રાફી તો એકદમ છક્ક થઇ જવાય એવી છે કે જાણે આંખો થી અમ્રુત ગ્રહણ કરી રહ્યા હોઈએ. ચેતન ધનાણી આ ફિલ્મ નાં સહ-લેખક પણ છે અને આ લેખન નાં કાર્ય મા પણ એ આગળ જ છે. ફિલ્મનાં બધા પાત્રો એક એક થી ચડિયાતા છે અને બધાનો અભિનય ઊમદા છે ખાસ કરી ને દક્ષીણ ની ફિલ્મો કરી ને ઘડાયેલી મોનલ ગજ્જર અહિ પણ તેની પરિપક્વતા દેખાઇ આવે છે. હવે મુખ્ય વાત આવે છે ફિલ્મ ના નિર્માતા પરેશ વોરા ની કારણ કે આવા ગંભીર વિષય પર જોખમ લેવું એક બહુજ મોટું કામ છે. આ ફિલ્મ એક કળા નો ખજાનો છે લુટવો હોય તેટલો લુટી લ્યો. છેલ્લે, હવે ગુજરાતી ફિલ્મોની ગર્જના બહુ દુર સુધી સંભળાશે અને કોઇ ફિલ્મ ફેસ્ટીવલ ને પણ શોભાવે તો નવાઈ નહિ. તો જલ્દી થી દોડો સિનેમાં માં અને પોણા ત્રણ કલાક આત્મખોજ માં ખોવાઈ જાઓ.

જય માં નર્મદે(રેવા)

મજબુત મુદ્દા:-

બધા કલાકારો નો અભિનય

સિનેમેટોગ્રાફી

દિગ્દર્શન

સંવાદ

નબળા મુદ્દા:-

ફિલ્મ ની લંબાઈ થોડી વધુ

થોડા ઘણા અંશે સંગીત

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: